ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગણેશજીની મહા આરતી યોજાઈ
તા. 17 સપ્ટેમ્બર 2026ના રોજ પ્રધાનમંત્રીના જન્મદિવસ તથા તેમના 25 વર્ષના અવિરત સેવાકાળની ઉજવણી નિમિત્તે તેમના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા એસપી સાગર બાગમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ડીવાયએસપી મુકેશ ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા આરતીમાં જોડાયા હતા.