માંડવી: માંડવી લોહાણા સમાજની નોમની રવાડી વાજતે-ગાજતે નીકળી
Mandvi, Kutch | Sep 5, 2026 માંડવી લોહાણા સમાજ દ્વારા નોમ નિમિત્તે પરંપરાગત નોમની રવાડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રવાડીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ શૈલેષભાઈ મઢિયાર સહિત સમાજના અગ્રણીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રવાડી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બન્યું હતું.