મોરવા હડફ: મોરવા હડફ ખાતે વિજયાદશમીએ યોજાયુ શસ્ત્રપૂજન,ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા
વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે મોરવા હડફ ખાતે તા.20 ઓક્ટોબર મંગળવારના રોજ પંચમહાલ જિલ્લા બારીઆ સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી 'શસ્ત્રપૂજન' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સંસ્કૃતિક પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા