સિહોર: રેવા ગામે વારંવાર વીજળી ડુલ થતાં ગ્રામજનોમાં રોષ, સણોસરા PGVCL કચેરીએ લેખિત રજૂઆત
ઉમરાળા તાલુકાના રેવા ગામે કલાકે-કલાકે વીજળી ડુલ થવાની સમસ્યાથી પરેશાન ગ્રામજનો સણોસરા PGVCL કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વીજળીની અનિયમિતતાને કારણે ઘરવપરાશ સહિતનાં દૈનિક કામકાજમાં પણ અડચણો ઊભી થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.આ સમસ્યાને લઈને રેવા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં સણોસરા PGVCL કચેરી ખાતે એકત્ર થયા હતા અને વીજ તંત્રને લેખિત રજૂઆત કરી હત