ગાંધીધામ: આદિપુર ખાતે ‘સ્વાદ-એ-કચ્છ: ભારત સ્વાદ મંથન’નું આયોજન, 23 સ્પર્ધકોએ લીધો ભાગ
A2Z Brand Communication Group અને Anjar Giants Groupના સંયુક્ત ઉપક્રમે ‘સ્વાદ-એ-કચ્છ: ભારત સ્વાદ મંથન’ મેગા પ્રોજેક્ટ યોજાયો હતો, જેમાં 23 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શાંતાબેન, ભારતી રામચંદાની અને અંજુ જસવાનીને શ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકો તરીકે પસંદ કરાયા હતા, જ્યારે સોનલ ઠક્કર અને રીટા જસ્વાસનીને પ્રોત્સાહિત કરાયાં હતાં.કાર્યક્રમમાં કાનપુરથી આવેલા A2Z Brand Communication Groupના યુનિટ અને Anjar Giants Groupના સભ્યોએ સંયુક્ત આયોજન કર્યું હતું.