જાંબુઘોડા: જાંબુઘોડામાં બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરોથી ગ્રામજનો ત્રાહિમામ: ઉડતી ધૂળથી વેપારીઓ-રહીશોમાં ભારે રોષ
જાંબુઘોડા નગરમાંથી દિવસ-રાત પસાર થતા રેતી ભરેલા ભારદારી વાહનોના કારણે સ્થાનિક રહીશો અને રોડની આસપાસના દુકાનદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નિયમોને નેવે મુકીને દોડતા આ વાહનોમાંથી ઉડતી રેતી અને ધૂળના કારણે વેપારીઓનો માલ-સામાન બગડી રહ્યો છે તેમજ લોકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.