ખંભાત: ખંભાતની કોલેજ ખાતે ડ્રગ્સ એવરનેશ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ ડ્રગ્સ-નશાથી દૂર રહેવા પ્રતિજ્ઞા લીધી.
Khambhat, Anand | Sep 23, 2026 ખંભાત કોલેજમાં નશા મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જે દરમિયાન SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા અને ખંભાત શહેર પોલીસ ઇન્સ્પેકટર પી.જે. બાંટવાએ વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિષયક, NDPS કાયદો, ડ્રગ્સથી બચવાના પગલાં, કેવી રીતે ડ્રગ્સથી દૂર રહી ડામી શકાય, સહીતના નશા મુક્તિ જાગૃતિસભર માહિતી પ્રોજેક્ટર પર પ્રદર્શન કરી અને સંવાદ સાંધી પીરસી હતી.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહેવા પ્રતિજ્ઞા લીધી હતી.