હાલોલ: હાલોલના ગોપીપુરા રોડ પર વીજ વાયર અડી જતા યુવક દાઝયો,ઝાડ પર લાકડા કાપતી વખતે બની દુર્ઘટના
હાલોલના ગોપીપુરા રોડ પર આવેલ એક ખેતરમાં તા.21 ઓગસ્ટ શુક્રવારના રોજ લાકડા કાપવા ચડેલા યુવકને અચાનક વીજ વાયર અડી જતાં ગંભીર કરંટ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, હાલોલના મોહનપુરી વિસ્તારમાં રહેતો અતુલ વિજયભાઈ ગોહિલ નામનો યુવક ગોપીપુરા રોડ પર આવેલા ખેતરમાં ઝાડ પર ચડીને લાકડા કાપી રહ્યો હતો.દરમ્યાન વીજ કરંટ લાગ્યો હતો