અંજાર: વરસામેડીમાં ખેતર માટે નર્મદા કેનાલમાં મૂકેલી સબમર્શિબલ મોટરની ચોરી
Anjar, Kutch | Sep 19, 2026 વરસામેડી કેશવનગરની પાછળ કેનાલ પાસે આવેલા ખેતર-વાડીમાં ગત તા. 15/9થી 17/9 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. અહીં વાડી ધરાવતા રમેશભાઇ ટાંક તા. 15/9ના વાડીએ આવ્યા હતા. બાદમાં અયોધ્યા નીકળી ગયા હતા, ત્યારે તેમને મજૂરીકામ કરતા ગોપાલ રબારીનો ફોન આવ્યો અને કેનાલમાં મોટર ન હોવાનું કહ્યું હતું. આ ખેડૂતે ખેતર માટે કેનાલમાં સબમર્શિબલ મોટર મૂકી રાખી હતી, જે તસ્કરોએ ચોરી કરી હતી. ચોરીના આ બનાવ અંગે ધવલ રમેશ ટાંકે ગતરોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.