અંજાર: રોકાણના નામે કરોડોનો ખેલ? 14 રોકાણકારોના રૂ.22.88 લાખ સહિત લાખો પરત ન આપ્યાનો આક્ષેપ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Anjar, Kutch | Sep 20, 2026 સ્વામિનારાયણ ગારમેન્ટના સંચાલક રવિ ગિરીશભાઈ જોષીની ફરિયાદના આધારે યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ તથા યુનિક સ્વયંમા મલ્ટિસ્ટેટ મલ્ટિ પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર કૈલાસ રાય સહિત કુલ પાંચ સામે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.