હાલોલ: હાલોલના મઘાસરના સરપંચ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હાલોલ તાલુકાના મઘાસર ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પુત્રને મોબાઈલ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સરપંચ દ્વારા હાલોલ રૂરલ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.