ગાંધીધામ: રોટરી ફોરેસ્ટ પાસે ડિફેન્ડર અને ST બસ વચ્ચે અકસ્માત, કાર ચાલક પાસેથી ₹20 હજારનું નુકસાન ભરપાઈ કરાઈ
રોટરી ફોરેસ્ટ નજીક આજે વહેલી સવારે આશરે 4:30 વાગ્યાના અરસામાં ડિફેન્ડર કાર અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડિફેન્ડર કારના ચાલકે સંતુલન ગુમાવતા કાર એસટી બસને પાછળથી જોરદાર અથડાઈ હતી.અકસ્મત બાદ એસટી તંત્ર દ્વારા સરકારી વાહનને થયેલા નુકસાન અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. એસટી બસને થયેલા નુકસાન પેટે ₹20,000ની રકમ ચલણ મારફતે ભરપાઈ કરી સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.