ખંભાત: જહાજ ગામે ગ્રીન આંગણવાડીનું લોકાર્પણ, બાળકોના સર્વાંગી વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
ખંભાતના જહાજ ખાતે ગામ વિસ્તારમાં બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને હરિયાળું વાતાવરણ મળી રહે તે હેતુથી ગ્રીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગ્રીન આંગણવાડીની વિશેષતાઓ આ ગ્રીન આંગણવાડીને માત્ર બાળકો માટેનું શિક્ષણ કેન્દ્ર નહીં પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને બાળ વિકાસનું મોડેલ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આંગણવાડીમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.વૃક્ષારોપણ અને હરિયાળી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.