માંડવી: માંડવીમાં નોમ-દશમનો ઐતિહાસિક મેળો ખુલ્લો મુકાયો
Mandvi, Kutch | Sep 5, 2026 માંડવીનો ઐતિહાસિક નોમ-દશમનો મેળો નગર અધ્યક્ષા વર્ષાબેન જોશીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત નગરપાલિકાના સદસ્યો, સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.