ખંભાત: વાસણા ગામે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલની અધ્યક્ષતામાં આંગણ ઉત્સવની ઉજવણી
Khambhat, Anand | Sep 28, 2026 પોષણ માસ અંતર્ગત વાસણા ગામના ગામ વિસ્તાર ખાતે આંગણવાડી કેન્દ્રમાં આંગણ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ખંભાતના ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહિલા મોરચાના પ્રમુખ કામેક્ષાબેન ભટ્ટ, તાલુકા પંચાયતના સભ્યશ્રી અરવિંદભાઈ માયાવંશી, વાસણા ગામના સરપંચશ્રી રાજેશભાઈ, ગામના આગેવાનો તથા ખંભાત ઘટક-૧ના સીડીપીઓ વંદનાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.