ગાંધીધામ: વિજયાદશમી નિમિત્તે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન
વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.જે. રાઠોડ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએસઆઈ જે.ડી. પરમાર, વી.એચ. ઝાલા અને કે.જે. વાઢેર સહિત સમગ્ર એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા પરંપરાગત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી.