ગાંધીધામ: પૂજાબેન દાદલાનીએ મહિલાઓને પોતાની શક્તિ, ખુશી અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવ્યું
નવદુર્ગા અને નવશક્તિની જેમ દરેક નારીમાં એક અનોખી શક્તિ છુપાયેલી છે, તે સંદેશ સાથે ગાંધીધામનાં પૂજાબેન દાદલાની દ્વારા મહિલાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહિલાઓને તેમની આંતરિક શક્તિ, ક્ષમતા, સમૃદ્ધિ અને વ્યક્તિગત ગુણો ઓળખવા તથા આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા પ્રેરણા આપવામાં આવી હતી.પૂજાબેન દાદલાનીએ જણાવ્યું હતું કે, મહિલાઓના જીવનમાં ભાવનાત્મક, માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું વિશેષ મહત્ત્વ છે.