અંજાર: વરસામેડીમાં 14 વર્ષીય સગીરા પર પિતા દ્વારા દુષ્કર્મનો આક્ષેપ,માતા-પિતા સામે ફરિયાદ
Anjar, Kutch | Oct 3, 2026 અંજાર તાલુકાના વરસામેડી ગામે 14 વર્ષીય સગીરાએ માતા-પિતા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ, સગીરાને ઘરમાં પૂરી રાખી માર મારવામાં આવતો હોવા ઉપરાંત પિતા દ્વારા તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં માતા પણ આ સમગ્ર ઘટનામાં સહભાગી બની હોવાનો અને ઘટનાના સમયે ફોટા પાડ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ મામલે અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.