અંજાર: આખલાની અડફેટે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત,રખડતા ઢોરના પ્રશ્ન વચ્ચે દુઃખદ બનાવથી શહેરમાં શોકની લાગણી
Anjar, Kutch | Sep 19, 2026 શહેરના બોરડી ફળિયા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ આખલાની અડફેટે ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈ મહાશંકર પંડ્યાનું ભુજ ખાતે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. ઘર નજીક બનેલી ઘટનામાં તેમને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.બનાવને પગલે રખડતા ઢોરના પ્રશ્નના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા વધુ અસરકારક કામગીરી થાય તેવી લોકોમાં અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.