દેત્રોજ રામપુરા: સાયન્સ સિટી ખાતે એવિએશન માટેનો કાર્યક્રમ યોજાયો
સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે વિદ્યાર્થીઓ માટે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ, ગુજસેલ અને ડ્રીમ એવિએટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને એવિએશન ક્ષેત્રની વિવિધ કારકિર્દી તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.