ખંભાત: ખંભાતમાં ભક્તિસભર માહોલમાં ગણેશ વિસર્જનનો પ્રારંભ,દરિયા કાંઠે કુત્રિમ તળાવમાં ક્રેન મારફતે મૂર્તિઓની પધરામણી
Khambhat, Anand | Sep 25, 2026 ખંભાત પંથકમાં દસ દિવસની આરાધના બાદ આજે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે.સમગ્ર પંથકમાં "ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ"ના નાદ સાથે ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો છે.ખંભાત દરિયાઈ કાંઠે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં 2 ક્રેન મારફતે ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી છે. આજના દિવસે 150થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.