માંડવી: કચ્છના માંડવીના જહાજ પર ઓમાન નજીક ડ્રોન હુમલો, 2 ખલાસી ઈજાગ્રસ્ત
Mandvi, Kutch | Oct 29, 2026 કચ્છના માંડવીના ભારતીય જહાજ પર ઓમાન નજીક મધદરિયે ડ્રોન હુમલો થતાં જહાજમાં આગ લાગી હતી. જહાજમાં કુલ 13 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 11ને સુરક્ષિત બચાવી લેવાયા હતા, જ્યારે બે ઈજાગ્રસ્ત ખલાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે ચિંતા વ્યાપી છે.