અંજાર: રાધા અષ્ટમીની ભવ્ય ઉજવણી:વિવિધ મંદિરોમાં જન્મોત્સવ, ભજન-સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન
Anjar, Kutch | Sep 19, 2026 શ્રી રાધા રાણીના દિવ્ય પ્રાગટ્ય દિવસ નિમિત્તે કચ્છમાં વિવિધ સચ્ચિદાનંદ મંદિરો સહિત ધાર્મિક સ્થળોએ રાધા અષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સતાપર, રતનાલ, અંજાર, ચોબારી તથા ખેડોઈ-પાંચોટિયા સહિતના સ્થળોએ જન્મોત્સવ, ભજન-સત્સંગ, સંતોના સામૈયા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.