મોરવા હડફ: મોરવા (હ) ખાતે 77 મા તાલુકા કક્ષાના વનમહોત્સવની ઉજવણી ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કરાઇ
પંચમહાલ જિલ્લાના મોરવા (હ) ખાતે તા.7 સપ્ટેમ્બર સોમવારના રોજ સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા દ્વારા 77મા તાલુકા કક્ષાના વનમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.