માંડવી: માંડવીમાં ભગવાન શ્રી મુરલી મનોહરની 348મી રવાડી રથયાત્રા યોજાઈ
Mandvi, Kutch | Sep 6, 2026 દરિયાઈ શહેર માંડવીમાં વર્ષો જૂની પરંપરા મુજબ દશમના પવિત્ર દિવસે ખારવા સમાજ દ્વારા ભગવાન શ્રી મુરલી મનોહરની 348મી રવાડી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત ધાર્મિક માહોલ વચ્ચે રથયાત્રા નીકળી હતી. ખારવા સમાજના પ્રમુખ જીગરભાઈ ધાયાણીએ રવાડી રથયાત્રાની વર્ષો જૂની પરંપરા અને તેન