ખંભાત: ખંભાત ગ્રામ્ય પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ખોવાયેલા 26 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા
Khambhat, Anand | Sep 22, 2026 ખંભાત ગ્રામ્ય પોલીસે પ્રજાઉપયોગી અને પ્રશંસનીય કામગીરી કરતા 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ નાગરિકોના ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢી તેમને પરત સોંપ્યા છે. ખંભાત ગ્રામ્ય પોલીસ મથક હદ વિસ્તારમાં જુદા-જુદા 26 અરજદારો દ્વારા પોતાના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોવાની ફરિયાદો અને અરજીઓ નોંધાવવામાં આવી હતી. આ અરજીઓને ગંભીરતાથી લઈને પોલીસે ટેક્નિકલ ટીમની મદદથી વિશેષ તપાસ હાથ ધરી હતી.અને મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા.