જાંબુઘોડા: જાંબુઘોડામાં સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ ભવ્ય કળશ યાત્રા યોજાઈ
સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજના 650મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલતા “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત તા.19 ઓગસ્ટ જાંબુઘોડા ખાતે એક ભવ્ય અને લાગણીસભર કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા