હાલોલ: પાવાગઢ ખાતે ટ્રાફિક નિયમન માટે આગામી બે માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓના દિવસોમાં ઉમટતી શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. જે. પટેલ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, આગામી બે માસ સુધી તમામ રવિવારે ટ્રાફિક નિયમન માટે ખાસ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.