માંડવી: માંડવીમાં રહેણાંક મકાનમાં આગ, ઘરવખરી અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક
Mandvi, Kutch | Oct 22, 2026 માંડવી-ભુજ રોડ પર જૈન આશ્રમ સામે આવેલા રિદ્ધિ-સિદ્ધિ નગરમાં પુરુષોત્તમ દેવના મકાનમાં રાત્રે આગ લાગી હતી. ઉપરના રૂમમાં લાગેલી આગથી સેટી પલંગ, ગોદડા સહિત ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક થઈ ગયાં હતાં. જાણ થતાં માંડવી નગરપાલિકાના ફાયર બ્રિગેડના સંજયસિંહ રાઠોડ અને કમલેશ કોલી સહિતની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.