ખંભાત: ખંભાત બાર એસોસિએશન દ્વારા ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’નો વિરોધ, ૩ દિવસ કોર્ટ કામકાજથી અળગા રહેવાનો ઠરાવ
ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ સામે રાજ્યભરના વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા કાયદાના વિરોધમાં અને તેમાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ સાથે ગુજરાતના તમામ વકીલ બાર એસોસિએશનો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડતના સમર્થનમાં ખંભાત બાર એસોસિએશન પણ સત્તાવાર રીતે જોડાયું છે. આ સંદર્ભે ખંભાત બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે એક મહત્વનો ઠરાવ પસાર કરી તારીખ 1થી3 ઓક્ટોબર કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે.