હાલોલ: હાલોલ-વડોદરા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત
હાલોલ-વડોદરા હાઈવે પર તા.22 ઓગસ્ટ શનિવારના રોજ મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલી અક્ષટેલ કંપની નજીક એક અજાણ્યા વાહને એક યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું સ્થળ પર જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.