માંડવી: માંડવી પોલીસની મોટી કાર્યવાહી: ₹3.26 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Mandvi, Kutch | Oct 28, 2026 પાંચોટીયા ગામે માંડવી પોલીસે બાતમીના આધારે બંધ મકાનમાં તપાસ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. કબજે કરાયેલા મુદ્દામાલની કિંમત ₹3,26,472 હોવાનું જણાવાયું છે. આ કેસમાં જીવરાજ ઉર્ફે જીલો ખીમરાજ ગઢવીનું નામ સામે આવ્યું છે. આરોપી સામે અગાઉ પણ માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.