હાલોલ: પાવાગઢથી પરત ફરતા યુવાનનો અકસ્માતમાં મોત, રોંગ સાઈડની બાઈક સાથે ટક્કર
પાવાગઢ અને ઝંડ હનુમાન દર્શન કરી પરત ફરી રહેલા આણંદના ૨૦ વર્ષીય યુવરાજ તડવીનું હાલોલ પાસે રોંગ સાઈડે આવેલી બાઈકની ટક્કરે મોત થયું છે. પાવાગઢ પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.