ગાંધીધામ: આયુષ્માન કાર્ડ બન્યું જીવનરક્ષક : ગળપાદરની મહિલાને મળ્યું નવજીવન
ગળપાદર ગામના નીતિનભાઈ ગુંસાઈના માતાને હાર્ટ એટેક બાદ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશનની જરૂર પડી હતી. લાખો રૂપિયાના ખર્ચ વચ્ચે પરિવારે આયુષ્માન ભારત PM-JAY યોજનાનો લાભ લીધો અને મહિલાનું ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવ્યું. સારવાર બાદ મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. પરિવારજનોએ આયુષ્માન યોજના બદલ આભાર વ્યક્ત કરી અન્ય જરૂરિયાતમંદોને પણ યોજનાનો લાભ લેવા અપીલ કરી.