અંજાર: વિજયાદશમી નિમિત્તે અંજાર પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન
Anjar, Kutch | Oct 20, 2026 વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે અંજાર પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ એચ.એ જાડેજા દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએસઆઈ એસ.જી વાળા,આર.પી જાડેજા વી.એ.ઝા, સી.એમ ચૌધરી અને ચુડાસમા સહિત સમગ્ર અંજાર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા પરંપરાગત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી.