માંડવી: કચ્છ કલેકટર અનિલ રાણાવસિયાની મમાયમોરા અને દરશડી ગ્રામ પંચાયતોની મુલાકાત
Mandvi, Kutch | Oct 23, 2026 માંડવી તાલુકાના મમાયમોરા અને દરશડી ગ્રામ પંચાયતોની કચ્છ કલેકટર અનિલ રાણાવસિયાએ મુલાકાત લીધી ગામ મમાયમોરા ખાતે સરપંચ અને ગ્રામજનો સાથે રિસર્વે, કૂવા-ધોરિયા માટે જમીનની માંગણી તથા બેંક ખાતાં ખોલવા સહિતના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરશડી ખાતે PMJAY કાર્ડ, પ્લોટ ફાળવણી અને જરૂરિયાતમંદ બાળકોને CMTC સેન્ટરમાં રિફર કરવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા હતા.