નખત્રાણા: વીજ ટાવર લાઈનનો તાર તૂટી પડતાં ગરીબ માલધારીની બકરીનું વીજકરંટથી મોત: વીજ કંપનીની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે નખત્રાણા સીમ વિસ્તારમાં એક ગરીબ માલધારી પરિવારની બકરીનું વીજકરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સીકેટી ૨ લખેલા મોટા વીજ ટાવર લાઈન પરથી પસાર થતો વીજળીનો તાર તૂટીને સીમ વિસ્તારમાં નીચે જમીન પર અને ઝાડી-ઝાંખરામાં ખુલ્લો પડ્યો હતો. આ વાયરમાં ચાલુ વીજ પ્રવાહ હોવાથી ત્યાંથી પસાર થતી બકરી ખુલ્લા તારના સંપર્કમાં આવી ગઈ હતી અને વીજકરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.