મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના પરબિયા ગામે ઇકો ગાડીએ બાઇકને ટક્કર મારતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત; ચાલક વાહન સાથે ફરાર
મોરવા હડફના પરબિયા ગામે સાવલી ફળિયામાંથી પસાર થતા ડામર રોડ પર પૂરઝડપે આવી રહેલી એક મારુતિ ઇકો ગાડીના ચાલકે બાઇકને સામેથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ અકસ્માત સર્જનાર ઇકો ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.