માંડવી: રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માંડવી તાલુકા અને શહેર પ્રમુખની નવી નિમણૂક કરાઈ
Mandvi, Kutch | Nov 11, 2026 કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી દ્વારા મળેલી માહિતી મુજબ માંડવી તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ તરીકે રફીકભાઈ રાયમાની અને માંડવી શહેર પ્રમુખ તરીકે દિનેશભાઈ મહેશ્વરીની નવી નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને પગલે બંને નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.