ખંભાત: ખંભાતના શકરપૂર ગામે BSFની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવનાર જવાનની ગૌરવયાત્રા યોજાઈ
Khambhat, Anand | Sep 22, 2026 ખંભાત તાલુકાના શકરપૂર ગામના બળીયાદેવ સોસાયટી માં રહેતા જયકુમાર મનહરભાઈ પઢીયારની વર્ષ 2025માં BSF માં કોન્સ્ટેબલ પસંદગી થઈ હતી.પંજાબ એસ.ટી.સી ખડકા ખાતે 44 સપ્તાહની ટ્રેનિંગ લીધી હતી.ટ્રેનિંગ પૂર્ણ કરી તેઓ માદરે વતન ખંભાત આવ્યા હતા.ખંભાતના રેલવે સ્ટેશનથી શકરપૂર સુધી ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ દ્વારા ખંભાતનું નામ રોશન કરનાર જવાન જયકુમારનું ફુલહાર તથા સાલથી સન્માન કરવામાં આવ્યું.