હાલોલ: હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
આજે બુધવારના રોજ નાયબ કલેક્ટર (હાલોલ પ્રાંત) જે.ડી. પટેલના અધ્યક્ષસ્થાને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે 'રોગી કલ્યાણ સમિતિ'ની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હોસ્પિટલમાં દર્દીઓને મળતી આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ હોસ્પિટલની વર્તમાન આરોગ્યલક્ષી જરૂરિયાતો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.