હાલોલ: જનરક્ષક-112ની સમયસૂચકતા અને સંવેદનશીલતા, પાવાગઢ ખાતેથી એકલવાઈ મહિલાને સુરક્ષિત પરિવારને સોંપાઈ
મુશ્કેલીના સમયે નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કાર્યરત 'જનરક્ષક-112' સેવાએ ફરી એકવાર પોતાની ત્વરિત કામગીરી અને માનવતાભર્યા અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.પાવાગઢ ખાતેથી મોડી રાત્રે એકલી મળી આવેલી મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મિલાવીને જનરક્ષક-112 PCR ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.