ખંભાત: ખંભાતના મિત્તલી ગામમાં એલોપેથી સારવાર કરતી મહિલા ઝડપાઈ
Khambhat, Anand | Sep 26, 2026 ખંભાત ગ્રામ્ય પોલીસે મેડિકલ ટીમ સાથે મીત્તલી ગામના બારડ ફળિયામાં છાપો મારીને એક મકાનમાં ચાલતુ ગેરકાયદેસર ક્લીનીક ઝડપી પાડયું હતુ. પોલીસે ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી એક મહિલાને ઝડપી પાડીને દવાઓ, ઈન્જેકશનો, દર્દીઓને તપાસવાના મેડિકલ સાધનો અને રોકડ સહિત કુલ 71,974 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.તેનું નામઠામ પુછતાં તેણી ભાવનાબેન વિષ્ણુભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતુ.