ઉમરપાડા: આંબોલી ગામ પાસે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો
Umarpada, Surat | Feb 24, 2026 આંબોલી બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવનાર એક અજાણ્યા વ્યકિ્તનો મૃતદેહ આજે મળી આવ્યો છે. ફાયર વિભાગની ટીમે મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. નેશનલ હાઈવે 48 પર અમદાવાદથી મુંબઈ તરફ જતા આંબોલી બિ્રજ પરથી આ અજાણ્યા ઈસમે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં કામરેજ ઇઆરસીની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી.