ઉમરપાડા: કેવડી ખાતે દેવ બિરસાસેના રાષ્ટ્રીય અધ્યક્ષે શિવરાત્રી નિમિત્ત સોનગઢના ગીધમાળી ડુંગર પર વિવાદિત સ્થળે પૂજાનુ આહવાન કર્યુ
Umarpada, Surat | Feb 14, 2026 દેવ બિરસા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદભાઈ વસાવા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામની સીમમાં આવેલ ગીધ માળી ડુંગર પર કણી કંસરી માતાની પૂજા કરવાનું આહવાન કર્યું છે શિવરાત્રી પર્વ નિમિત્તે તારીખ 15 ના રોજ તેઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ઉપરોક્ત સ્થળે ખ્રિસ્તી ધર્મના મરિયમ માતાનું મંદિર બનાવવામાં આવેલ છે આ સ્થળ કણી કંસરી માતાનું હોવાનો તેમણે દાવો કર્યો છે