ઉમરપાડા: બીલવણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
Umarpada, Surat | Feb 20, 2026 ગુજરાત પ્રાકૃતિક બોર્ડ અંતર્ગત ઉમરપાડા તાલુકાના બીલવણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રકૃતિનું જતન કરતી અને ન્યુનતમ ખર્ચે મહત્તમ નફો આપતી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે અવગત કરી રાસાયણિક ખેતી છોડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.