નખત્રાણા: કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળામાં ‘મોતના કૂવા’માં સ્ટંટ દરમિયાન અકસ્માત: બુલેટ ચાલક ઇજાગ્રસ્ત
કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળામાં એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. મેળામાં આકર્ષણનું કેન્દ્ર ગણાતા ‘મોતના કૂવા’માં જોખમી સ્ટંટ દરમિયાન આ બનાવ બન્યો હતો, જ્યાં બુલેટ પર પોતાના કરતબ બતાવી રહેલા ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ ચાલક બુલેટ સાથે કૂવામાં નીચે ફંગોળાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બુલેટ ચાલકને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી