માંડવી: ગઢશીશા-ભુજ માર્ગ પર અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો
Mandvi, Kutch | Sep 7, 2026 ગઢશીશાથી ભુજ જતા મુખ્ય માર્ગ પર રાજપર અને ભેરૈયા પાટિયા વચ્ચે સોમવારે વહેલી સવારે અજાણ્યા આધેડ પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.