ગાંધીધામ: ચાવલા ચોક મેઈન માર્કેટમાં વીજ થાંભલામાં શોર્ટ સર્કિટથી દોડધામ
ગાંધીધામ ચાવલા ચોક મેઈન માર્કેટ વિસ્તારમાં સાંઈબાબા ટેલિકોમ નજીક વીજળીના થાંભલામાં શોર્ટ સર્કિટની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાબુ મેળવ્યો હતો.શોર્ટ સર્કિટનું ચોક્કસ કારણ અને કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગેની વિગતો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.