માંડવી: બળવંતરાય મહેતાના સ્મારકની યોગ્ય જાળવણી કરવા માંડવીના પત્રકાર પરેશ જોષીની માંગ
Mandvi, Kutch | Sep 12, 2026 માંડવી: ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની સ્મૃતિ સાથે જોડાયેલા સુથરી ગામ નજીક આવેલા સ્મારકની યોગ્ય જાળવણી અને સંરક્ષણ કરવા માંડવીના પત્રકાર પરેશ જોષીએ માંગ કરી છે. વર્ષ 1965માં બળવંતરાય મહેતા તેમના ધર્મપત્ની સહિત વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટ સહિતના કર્મચારીઓ તેમજ ‘ગુજરાત સમાચાર’ના પત્રકારનું પણ કરૂણ અવસાન થયું હતું. આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિને જીવંત રાખવા સુથરી ગામે સ્મારકનું નિર્માણ કરવામાં આવ